ગુજરાતમાં ભાજપના લગભગ ૨૫ વર્ષના શાસનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય કોઈ મુખ્યમંત્રી પાંચ વર્ષની ટર્મ પૂરી કરી શક્યા નથી. પહેલા મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે બે ટુકડામાં લગભગ ચાર વર્ષથી વધુ શાસન કર્યું. મોદી દિલ્હી ગયા પછી આનંદીબેન પટેલ માત્ર સવા બે વર્ષ સુધી સત્તા સંભાળી અને એ પછી વિજયભાઈ રૂપાણીએ પાંચ વર્ષ અને એક મહિનાથી મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું.
આ પાંચ વર્ષમાં તેઓ કોરોના સિવાય મોટાભાગની કસોટીઓ પાર ઊતયાઁ છે. રુપાણીના શાસન દરમિયાન વિરોધ પક્ષ કોંગ્રેસને તોડવામાં ભાજપને મોટી સફળતા મળી. મે-૨૦૧૯માં લોકસભાની યોજાયેલી ચૂંટણીમાં વિપક્ષ કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગાય અને તમામ ૨૬ બેઠકો ઉપર ભાજપના સાંસદો ચૂંટાઈ આવ્યાં.
એમના શાસન દરમિયાન અમરેલીમાં અને બનાસકાંઠામાં ૨૦૧૭ વષઁમાં પૂરપ્રકોપથી ભારે તારાજી થઈ અને ત્યારબાદ ગત ૨૦૧૭ -૧૮ મે દરમિયાન તૌકતે વાવાઝોડું આખા ગુજરાતને તહસનહસ કરી ગયું. આ આફતમાં મુખ્યમંત્રી સતત ખડેપગે રહ્યાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.