શ્રીલંકા સરકારે મહિલા ઓને એક વષઁ સુધી પ્રેગનેન્સી ટાળવા કહ્યું, જાણો શા માટે કહયું આવું..

શ્રીલંકામાં કોરોનાવાયરસ ના ડેલ્ટા વોરિઅન્ટના કારણે મળેલાં કોહરામ ના કારણે નવ પરિણીત મહિલાઓને કેટલાક સમય માટે પ્રેગનેન્સી ટાળવા અપીલ કરી છે.છેલ્લાં કેટલાંક મહિનામાં લગભગ ૪૦ પ્રેગનેટ મહિલાઓના મોત બાદ સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સલાહ આપવામાં આવી હતી..

સરકારી સલાહ પર કેટલોક વિવાદ પણ થયો છે જે બાદ દેશની પ્રાથમિક સ્વાસ્થ્ય સારસંભાળ મહામારી અને કોવિડ રોગ નિયંત્રણ મંત્રી ડો. સુદશઁની ફનાઁડોપુલેએ કહ્યું કે દેશમાં કોરોનાને રોકવા માટે બનાવાયેલી એકસપટઁ કમિટીની સલાહ પર આ વાત પબ્લિક ડોમેનમાં પહોંચાડવામાં આવી હતી.

સરકારનાં હેલ્થ પ્રોગ્રામ બ્યુરો નાં ડાયરેક્ટર એ કહયું કે સામાન્ય સ્થિતિઓમાં દેશમાં દર વર્ષે લગભગ ૧૦૦ પ્રેગનેટ મહિલાનાં મોત થાય છે. કોરોનાની ત્રીજી લહેરની શરૂઆતથી અત્યાર સુધી લગભગ ૪૧ પ્રેગનેટ મહિલાઓના મોત નીપજ્યાં છે.ઉલ્લેખનીય છે કે પહેલાં મહારાષ્ટ્રમાં ઝીકાં વાયરસનાં કારણે મહિલાઓને આવી જ સલાહ આપવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.