આખરે સાબિત થઈ ગયું..હવે ગુજરાતમાં સીઆર પાટીલની “ભાઉગીરી જ ચાલશે.” કોંગ્રેસ નેતા..

ગુજરાતનાં નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની નિયુક્તિ થયા બાદ ભાજપના નેતાઓ સહિત વિપક્ષ પણ અચરજમાં છે. છોટાઉદેપુર જિલ્લામાં પાવી જેતપુરમાં આવેલાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મોટું નિવેદન આપ્યું છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જણાવ્યું કે, ભાજપ સરકારની નિષ્ફળતાઓ છુપાવવા અને આંતરિક લડાઈ ના પુરાવા રુપે વિજય રુપાણીએ રાજીનામું આપ્યું હતું. સરકારે ભૂતકાળમાં પ્રજા પર અત્યાચાર ગુજારવાનું કામ કર્યું છે. તેમાં નવા મુખ્યમંત્રીના કાળમાં સુધારો થાય તેવી આશા રાખું છું.

પાવી જેતપુર ખાતે મિડિયાને સંબોધન કરતાં અમિત ચાવડાએ જણાવ્યું કે, ભાજપના અણધડ વહીવટનાં કરાણે 2 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. શું તેઓને 4 લાખની સહાય આપી શકાશે ? ખેડૂતો દેવાદાર થયા છે. શું તેઓના દેવા નવા મુખ્યમંત્રી માફ કરશે? લાખો યુવાનો બેરોજગાર છે. તેઓને ન્યાય મળશે ? રાજયમાં હપ્તાખોરી અને ભ્રષ્ટાચારનું શાસન ચાલે છે તેને નવા મુખ્યમંત્રી નાબુદ કરી શકશે.

કોંગ્રેસ નેતાએ નીતિન પટેલ ઉપર કટાક્ષ કરતાં જણાવ્યું કે, જે વારેવારે તૈયારીઓ કરે, ધોડે બેસીને છેક સુધી એમનું નામ ચાલતું હોય એવા નીતિનભાઈ અમારા વડીલ છે એમને કોન્સોલેશન કહેવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.