આફતનો વરસાદ ભૂપેન્દ્ર પટેલે સીએમ બનતાની સાથે જ સૌરાષ્ટ્ર અંગે લીધો મોટો નિર્ણય…

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો છે. ત્યારે સૌ પ્રથમ એક ઉચ્ચસ્તરીય બેઠક નું આયોજન કરી ખાસ કરીને જામનગર રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ સમીક્ષા કરી હતી. અને સાથે જામનગરના કલેકટર સાથે ટેલિફોનિક વાતચીત કરીને બચાવ અને રાહત કામગીરી તેમજ સ્થળાતંર અંગે સૂચના આપી હતી.

મુખ્યમંત્રીએ ખાસ કરીને બચાવ રાહત કામગીરીને પ્રયોરીટી આપવા સૂચનાઓ આપી હતી. મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રી અગ્ર સચિવ કૈલાસ નાથન, અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ તેમજ મુખ્યમંત્રીનાં અધિક સચિવ તેમજ ઓએસડી ડી.એચ.શાહ બેઠકમાં જોડાયા હતા.

જામનગરમાં છ એનડીઆરએફની ટીમ ફરજ પર છે આ ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધી કુલ ૧૩ પુરુષો, ૧૧ મહિલા સાત બાળકો એ મળીને ૩૧ લોકોને બચાવવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.