ભાદરવે વરસાદનું રૌદ્ર સ્વરૂપ.. દે ધનાધન રાજકોટમાં. જાણો પરિસ્થિતિ.

શાળા અને કોલેજ બંધ બીઆરટીએસ ફ્રુટ નાના મોવા સર્કલ માં પાણી ભરાયા.૨૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે.અષાઢ માસમાં તરસાવ્યા બાદ ચાલુ વર્ષે અષાઢમાં રાજકોટ ઉપર વ્હાલ વરસાવ્યું હોય તેમ ૩૦ કલાકમાં ૨૫ ઈંચ વરસાદ વરસાવી દેતાં જળબંબાકાર કરી દીધાં છે.

રાજકોટમાં ગઈ કાલે આખો દિવસ ૨૧ ઈંચ વરસાદ ખાબકયો હતો. મોડી રાતે રમઝટ બોલાવી હતી. ગાજવીજ અને વીજળીનાં ચમકારા સાથે રાતે વરસાદે ધનાધન કરઘ લેતાં રાજકોટ વાસી જયારે રાતે સુતા હતાં અને સવારે જાગે ત્યાં તો આજુબાજુ પાણી પાણી કરી દીધું હતું.

રાજકોટમાં બે દિવસથી પડી રહેતાં ભારે વરસાદને લીધે હાથીખાનામાં એક જજઁરિત મકાન ધરાશાયી થયું હતું. મકાન પડયાંની જાણ થતાં મનપા ટીમ દોડી આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.