કોરોનાના કારણે આત્મહત્યાને પણ કોવિડ -૧૯થી મોત ગણવા પર…..

કોરોનાએ છેલ્લા દોઢ વર્ષથી દેશમાં તાબાહી મચાવી રાખી છે. કોઈએ પોતાનાં માતા પિતા ગુમાવ્યા તો કોઈએ પતિ કે પત્ની. હજારો પરિવાર અને બાળકો અનાથ થયા. કોરોનાએ માત્ર લોકોને આથિઁક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ ઊંડા આધાત આપ્યા.

સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને કહ્યું કે એવા કેસ કે જ્યાં કોરોનાથી પરેશાન થઈને કોઈએ આત્મહત્યા કરી હોય તો એવા કેસને કોવિડ-19થી થયેલા મોત ગણવામાં આવે. કોર્ટે આ અંગે રાજ્યોને નવા દિશાનિર્દેશ બહાર પાડવાનું કહ્યું છે.

https://www.youtube.com/watch?v=XEJhIM-N_5o

કોર્ટે કહ્યું કે કોરોનાના કારણે આત્મહત્યા કરનારાના મોતને કોવિડથી થયેલું મોત ન ગણવું તે સ્વીકાર્ય નથી. તેમને પણ કોવિડથી થયેલા મોતનું પ્રમાણપત્ર મળવું જોઈએ. કોર્ટે સરકારને કહ્યું કે આ અંગે રાજ્યો માટે નવા દિશાનિર્દેશ જાહેર કરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.