અરે બાપ રે.. ધોરાજીના MLAની કાર વરસાદી પૂરમાં ફસાઈ.. વાહન તણાઈ જવાની અનેકો ધટના બની.

ગુજરાતમાં હાલ ચારેબાજુથી આકાશી મુસીબત વરસી રહી છે. દક્ષિણ ગુજરાત હોઈ સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. જેને કારણે પુર જેવી પરિસ્થિતિના દ્રશ્યો સામે આવી રહ્યા છે.જેમાં રાજકોટનાં ધોરાજીનાં ધારાસભ્યની કાર પણ પાણીમાં ફસાઈ હોવાની માહિતી છે.

ગુજરાતનાં ધારાસભ્ય લલિત વસોયાની કાર ગરનાળામાં વરસાદી પાણીમાં ફસાઈ છે. ઉપલેટામાં આવેલાં ગરનાળામાં કાર ફસાઈ હતી. ત્યાર બાદ ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ કાર બહાર કાઢવામાં આવી હતી.

હાલ રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનાં કારણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે લલિત વસોયા જઈ રહ્યાં હતાં. ત્યાં તેમની કાર ફસાઈ હતી.

માત્ર છેલ્લાં ૧૨ કલાકમાં જ જિલ્લામાં મેધરાજા એ એકધારી સટાસટી બોલાવતાં પાણી પાણી અને જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ જોવા મળ્યું છે. તો આંબાજળ સહિતના ડેમોમાં પુષ્કળ પાણીની આવક નોંધાઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.