જંગલમાં ૪૦ વષઁ સ્વસ્થ રહેલો “રિયલ લાઇફ ટાઝઁન”.તે માણસ સાથે જીવી ન શકો..

જંગલમાં ઉછરેલાં રિયલ લાઇફ ટાઝઁનનું માણસોની વચ્ચે માત્ર ૮ વષઁ પસાર કરતાં જ તેનું મૃત્યુ થયું. આધુનિક દુનિયાથી જંગલમાં ૪૦ વષઁ સુધી જિંદગી જીવનારા હો વૈન લૈંગ વિશે લોકોને આઠ વર્ષ પહેલાં જાણકારી મળી હતી .પરંતુ માણસો વચ્ચે આવતાં જ માત્ર ૮ વષઁમાં લૈંગને લિવર કેન્સર થઈ ગયું.

મીડિયા અહેવાલ અનુસાર, વર્ષ ૧૯૭૨માં વિયતનામ યુદ્ધ દરમિયાન અમેરિકાના બોમમારા હો વૈન લૈંગની માતા અને અન્ય બે ભાઈઓના મોત નિપજયા હતાં. જેના પછી પોતાના બાળકનો જીવ બચાવવા માટે લૈંગના પિતા જંગલમાં જઈ સંતાઈ ગયા હતાં. ત્યારથી જ પિતા પુત્ર જંગલમાં રહેતાં હતાં.

હો વૈન લૌંગ અને તેના પિતા જંગલમાં ફળ, શાકભાજી, મધ અને ધણાં પ્રકારાના માસ ખાતો હતો. તેના જમવામાં વાંદરા, ઉંદર, સાપ, ગરોળી અને માછલી સહિતનાઓ ધણાં પ્રકારનાં માસ સામેલ હતાં.

આ સિવાય હો વૈન લૈંગે કયારેય કોઈ મહિલાને જોઈ ન હતી અને તેમના વિશે તેને કોઈ જાણકારી પણ ન હતી. માણસો વચ્ચે આવ્યાં બાદ જયારે તેને મહિલા ઓ વિશે પૂછવામાં આવ્યું તો તેને કહ્યું હતું કે તેના પિતાએ તેને તે વિશે કંઇજ કહયું ન હતું.

https://www.youtube.com/watch?v=XEJhIM-N_5o&t=1s

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.