જુનાગઢનાં એન્જિનિયર યુવાનને એક શખ્સે યુએસએમાં નોકરીની લાલચ આપીને નોકરી પૂવઁ ઓનલાઈન કોષઁના નામે નાણાં પડાવીને ૦૬ લાખની છેતરપીંડી કયાઁની ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢમાં મોતાબાગ રાયજીબાગ શેરીમાં રહેતા અને એન્જિનિયરિંગમાં ગ્રેજયુએટ પૂણઁ કરનાર પૂજન નાણાવટીએ સી ડિવિઝન પોલીસમાં નીલ પટેલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
https://www.youtube.com/watch?v=TKf4bidGrak
જેમાં જણાવ્યું છે કે, તા. ૦૭ ઓકટોબર ૨૦૨૦એ તેમનો સંપર્ક નીર પટેલ સાથે ટ્વિટર વેબસાઈટ પરથી થયો હતો. બાદમાં નીલ પટેલના ટેલીગ્રામમાં ઈ-જ્ઞાન ગ્રુપ ફાયનાન્સ કોસઁમાં જોડાઈને મેમ્બર બન્યો હતો.
કોષઁ માટે ટ્રેડીંગમાં રોકાણ કરાવીને સારો નફાની લાલચે નીલ પટેલે પૂજન પાસેથી ઓનલાઈન ૪,૫૩,૨૩૩ રુપિયા પડાવ્યાં હતાં. જે તેનો ત્રણ માસનો પગાર ૧.૫૦ લાખ મળીને ૬,૦૩,૨૩૩ની છેતરપિંડી કયાઁની ફરીયાદ નોંધાવાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.