પાડોશીઓમાં ઝધડા થાય તે સામાન્ય વાત છે. પરંતુ મેકિસકોમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. મેકિસકોનાં દક્ષિણપૂવીઁ રાજય કિવંટાનાં રુ નિવાસી ૪૨ વષીઁય યુવિત્ઝા પોલીસ પાસે માંગ કરી હતી કે, તેની પડોશમાં રહેતી મહિલા ધરપકડ કરી લો.
યુવિત્ઝાનું કહેવું છે કે, પાડોશી મહિલા જાણી જોઈને પોતાનાં અંડરગારમેંટ્સ બગીચામાં સુકવે છે. જેથી તેના પતિને પોતાની જાળમાં ફસાવી શકે છે. મહિલાનું કહેવું છે કે, પાડોશી મહિલા તેના પતિ પર નજર રાખે છે. અને પોતાનાં અંડરગારમેંટ્સ બતાવીને તેને આકષિઁત કરવા માગે છે.
યુવિત્ઝાનું કહેવુ છે કે, પાડોશમાં રહેતી 23 વર્ષિય મહિલા જાણી જોઈને પોતાના અંડરગારમેંટ્સ ખુલ્લામાં સુકવે છે. તેને આવું ન કરવા માટે કેટલીય વાર કહેવામાં આવ્યું પણ તે માનતી નહીં. યુવિત્ઝાનો આ દાવો છે કે, પાડોશી ખાસ કરીને તેના પતિને રજા હોય ત્યારે જ આવું કરે છે. તે તેના પતિને જોઈને નખરા કરતી રહે છે. વિચિત્ર નજરે જોયા કરે છે અને પોતાના અંડરગારમેંટ્સ બતાવીને જાળમાં ફસાવા માગે છે.
ત્યારે હવે પોલીસને સમજાતું નથી કે, આ કેસ કેવી રીતે હેન્ડલ કરવો. યુવિત્ઝાને સમજાવી કે, ખુલ્લામાં અંડરગારમેંટ્સ સુકવવા તે કોઈ ગુનો નથી. પોલીસે બંને મહિલાને સાથે બેસીને મામલો નિપટાવી લેવા કહ્યુ છે. એક અધિકારીએ જણાવ્યુ હતું કે, આ મામલામાં કોઈ ગુનો નથી. એટલા માટે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. સારૂ રહેશે કે બંને અંદરોઅંદર સમાધાન કરી લે.
https://www.youtube.com/watch?v=TKf4bidGrak
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.