ધાતક અસર.. યુએસમાં આગનાં કારણે સેકવોઈયા નેશનલ પાર્ક બંધ થયો…

અમેરિકામાં કેલિફોર્નિયાનાં સિયેરા નેવાડામાં બે જંગલોમાં લાગેલી ધાતક આગ પ્રસરતાં તેને પરિણામે સેકવોઈયા નેશનલ પાર્ક બંધ કરવાની ફરજ પડી છે એટલું જ નહીં આ ક્ષેત્રમાં આવેલાં મહાકાય વૃક્ષો સામે સંભવિત જોખમ ઉભું થયું છે.

બંને આગમાં મહાકાય જંગલ તરફ આગળ વધી રહી છે કે જયાં ૨૦૦૦ થી વધારે મહાકાય સેકવોઈયા આવેલા છે અને તેમાં વોલ્યુમની દ્રષ્ટિએ પૃથ્વી ઉપરનું સૌથી મોટું વૃક્ષ ગણાતું જનરલ શેરમન ટ્રીનો પણ સમાવેશ થાય છે.

https://www.youtube.com/watch?v=GIZ6CF_Skyg

અધિકારીઓના જણાવ્યાં અનુસાર આ ક્ષેત્રમાં વસતા આશરે ૭૫ લોકોને પણ સલામત સ્થાન પર ખસેડવામાં આવ્યાં છે. નોંધનીય છે કે સ્ટાટઁ લોકેશનનાં કારણે આ બન્ને આગને કોલોની અને પેરેડાઈઝ નામ આપવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.