મુંબઈ દુનિયાનું બીજું સૌથી ઈમાનદાર શહેર,અનોખા પ્રયોગ અંગે જાણી નવાઈ લાગશે..

મહિન્દ્રા અેન્ડ મહિન્દ્રાના ચેરમેન સોશિયલ મીડિયા પર ખૂબ એકટિવ રહેતા હોય છે. તેઓ પોતાને પસંદ આવતાં મેસેજીસને ખુલ્લા મનથી શેર કરતાં રહે છે. આ સિલસિલામાં તેમણે પોતાનાં ફેન્સને દુનિયાના એક અનોખા પ્રયાગની માહિતિ આપી.

વાત એમ છે કે કેટલાક પસંદગીના શહેરોનાં લોકોની ઈમાનદારીના પારખાનો પ્રયોગ કરાયો તેમાં મુંબઈને દુનિયાના બીજા સૌથી ઈમાનદાર શહેરનો ખિતાબ મળ્યો છે. રીડસઁ ડાઈજેસ્ટ એ જાણવા માંગતી હતી કે દુનિયાનાં કયાં શહેરનાં લોકો કેટલાં ઈમાનદાર છે.?

આ સોશિયલ એકસપરિમેન્ટસમાં રીડસઁ ડાઈજેસ્ટે દુનિયાના ૧૬ મોટા શહેરોમાં કુલ ૧૯૦ વોલેટ એટલે કે પસઁ જાણી જોઈને ખોવી દીધાં છે. દરેક શહેરમાં ૧૨ વોલેટ જાણી જોઈને આમ તેમ જાહેર જગ્યામાં છોડી દીધાં હતાં.

આ માહિતીને શેર કરતાં આનંદ મહિન્દ્રાએ પોતાની ટ્વિટમાં લખ્યું, “મારા માટે આ પરિણામો હેરાન કરનાર લાયક બિલકુલ નથી. પરંતુ આ પરિણામે તેમને સંતોષથી ભરી દીધાં. અને જો સંબંધિત શહેરોના લોકોની આવક સાથે મુંબઈવાળાની તુલના કરાય તો આ તો વધુ સમ્માનજનક છે”.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.