સુરતનો આગ ઠારતો નજરે પડશે હવે દોઢ કરોડનો રોબોટ, બજેટમાં કરી જોગવાઈ..

આજે ટેકનોલોજી ધીમે ધીમે પ્રગતિનાં પંથ તરફ આગળ વધી રહી છે અને તમામ ક્ષેત્રોમાં પ્રવેશી રહી છે. હાલ જ આવનારા સમયમાં સુરત મહાનગર પાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્નારા દોઢ કરોડનાં ફાયર ફાઈટિંગ માટે રોબોટની ખરીદી કરવા અંગેની ચચાઁ વિચારણા ચાલી રહી છે. આ રોબોટ ખરીદવા કે નહીં કે તેનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવશે.

હાલમાં સુરતના ફાયર વિભાગનાં ચીફ ફાયર ઓફિસર પરીખે પાસેથી મળતી માહિતી મુજબ શહેરી વિસ્તારની કોઈ સાંકડી ગલી અને ઊંચી ઈમારતોમાં આગ લાગી હોય તો ત્યારે તેને બુઝાવવા માટે ફાયર વિભાગનાં માણસોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે આ રોબોટ કાયઁરત છે ત્યારે હાલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આ ફાયર રોબોટની ખરીદી કરવા માટે ની બજેટમાં જોગવાઈ કરી હતી.

https://www.youtube.com/watch?v=UpCet2l5hWg

આ ફાયરપ્રૂફ રોબોટ આગ બુઝાવવામા ખુબ જ સહાયરૂપ બનશે. આ રોબોટની કિંમત આશરે ૧.૫ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ટેન્ડર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમદાવાદની રેસ્ક્યુ ટેકનોલોજી કંપનીએ આપ્યું છે. હવે આ રોબોટની ખરીદી કરવી કે નહિ તેનો નિર્ણય સ્થાયી સમિતિની બેઠકમાં લેવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.