સુરતનાં વરાછા વિસ્તારમાં રિક્ષામાં વૃદ્ધને બેસાડી રુપિયા ૩ લાખનાં સોનાનાં દાગીના અને રોકડ રુપિયાની ચોરી કરનાર ગેંગના બે સાગરીતોને વરાછા પોલીસે ઝડપી પાડ્યા હતાં. અગાઉ આ ગેંગ સલાબતપુરા, લિંબાયત તથા રેલ્વે પોલીસના હાથ ઝડપાઈ ચૂક્યાં છે.
થોડા દિવસ પહેલાં જ તેમની દિકરીના પતિનું અવસાન થયું હતું. જેથી દીકરીએ પોતાની પાસેનાં દાગીનાં તથા રોકડા રુપિયા મળી કુલ ૩.૭ લાખ રુપિયા પિતાને સાચવવા આપ્યાં હતાં. ચપ્પુની અણીએ રીક્ષામાં બેસેલા બે પુરુષ અને સ્ત્રી હસમુખભાઈને અવાવરું જગ્યાએ લઈ ગયાં હતાં. જયાંથી દાગીનાં લૂંટી લીધાં હતાં.
https://www.youtube.com/watch?v=SdohoamPF2k
જે અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે બાતમીનાં આધારે નરુ ઉફઁ નુરા શેખ અને રાજીક શેખને ઝડપી પાડયાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.