વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાજૌરી જિલ્લામાં આવ્યા હતા, તેમણે જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર તૈનાત જવાનો સાથે દિવાળી ઉજવી હતી. વડા પ્રધાન અહીંની મુલાકાતે આવ્યા છે ત્યારે પાયદળ દિવસની પણ ઉજવણીનો અવસર છે, 1947માં આ દિવસે પ્રથમ ભારતીય સૈન્ય દળ જમ્મુ કાશ્મીરમાં ઉતર્યું હતું, પાકિસ્તાન સમર્થક ઘૂસણખોરોને પાછળ ખદેડવા ભારતીય સેના રાજ્યમાં આવી હતી. 2014થી આ ત્રીજી વખત છે જ્યારે વડા પ્રધાન જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા જમ્મુ કાશ્મીર આવ્યા હતા. રાજ્યનો વિશેષ દરજ્જો પાછો ખેંચ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં આ તેમની પ્રથમ મુલાકાત છે.
વર્ષ 2014માં વડા પ્રધાન બન્યા બાદ મોદી દર વર્ષે સીમા પર તૈનાત જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. તે વર્ષે મોદીએ લડાખમાં આવેલા સિયાચીનમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી અને શ્રીનગરમાં પૂર અસરગ્રસ્ત લોકોની મુલાકાત કરી હતી.
2014 લદાખમાં આવેલા સિયાચીનમાં
2015 પંજાબ સીમા પર
2016 હિમાચલ પ્રદેશમાં ભારત-તિબેટ બોર્ડર પર
2017 જમ્મુ કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાંં
2018 ઉત્તરાખંડમાં આવેલી ભારત-ચીન સીમા પર
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.