શિક્ષણ અને વહીવટીનાં કારણે ગુજરાત યુનિવર્સિટીથી ખાનગી યુનિવર્સિટીને કેવી રીતે ફાયદો થયા છે. અથવા એમ કહો કે, ગુજરાત યુનિવર્સિટીનાં સત્તાધીશોની મેલી મુરાદથી કેવી રીતે ખાનગી યુનિવર્સિટી વિદ્યાર્થીરુપી મલાઈ તાણી જાય છે..
હાલ તો એડમિશન પ્રક્રિયા અને મેરિટ લિસ્ટને લઈને વિધાર્થીઓમાં રોષ જોવા મળી રહયો છે. આ મામલે યુથ કોંગ્રેસે સત્તાધીશો પર આક્ષેપ પણ લગાવ્યાં છે કે, કુલપતિ સહિતનાં અધિકારીઓ ખાનગી યુનિવર્સિટીને ફાયદો થાય તે રીતે પ્રવેશ પ્રક્રિયામાં મોડું કરી રહ્યાં છે.
અહીં સવાલ એ થાય છે કે ૧૨માં ધોરણનાં પરિણામનાં ૨ મહિના પછી પણ કેમ એડમિશન પ્રક્રિયા પૂર્ણ ન થઈ ? શું ગુજરાત યુનિવર્સિટીનાં સત્તાધીશો ૨ મહિના સુધી ઉંધતા હતા.? કોરોનાકાળમાં વિધાર્થીઓને માસ પ્રમોશન મળ્યું છે. ત્યારે યુનિવર્સિટીમાં સીટો વધારી છે. પરંતુ એડમિન પ્રક્રિયા ધીમી છે જેને લીધે સીટો ખાલી પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.