“સત્યમેવ જયતે “અને “બાબા કી ચૌકી”ફિલ્મની અભિનેત્રી આયેશા શમાઁ દિલ્હી એરપોર્ટ પર તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓ પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે.
આયેશા શમાઁએ જણાવ્યું કે, તપાસ દરમિયાન બેગથી ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને વાયર નીકળવાને લઈને CISF જવાનોએ મારી સાથે ગેરવર્તણૂક કયુઁ હતું. અભિનેત્રીનાં ટ્વિટ કરતાં જ યુઝર્સ પ્રતિક્રિયા આપવા લાગ્યાં. આમાંથી અમુકે ટ્વિટ સામે વાંધો ઉઠાવ્યો તો ધણાં ફેન્સે અભિનેત્રીનું સમથઁન પણ કયુઁ.
https://twitter.com/aishasharma25/status/1439577372538204168?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1439577372538204168%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.gstv.in%2Factress-aisha-sharma-alleges-misbehaviour-at-delhi-airport-gujarati-news%2F
સુરક્ષા કર્મચારીઓએ તેને બેગમાંથી તમામ સામાન બહાર કાઢીને ફરીથી તપાસ કરાવવા કહ્યું હતું. આરોપ છે કે અડધો ડઝનથી વધુ સુરક્ષા કર્મચારીઓએ ફૂડ કોર્ટ સુધી તેનો પીછો કર્યો હતો અને તેની સાથે ગેરવર્તન પણ કર્યું હતું. તેમણે આ બાબત પર નારાજગી વ્યક્ત કરી છે.
અભિનેત્રીના ટ્વીટનો જવાબ આપતા એરપોર્ટ પ્રશાસને કહ્યું કે, તમને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. તમને જણાવી દઈએ કે, આયેશા શર્માની બહેન નેહા શર્મા પણ એક્ટ્રેસ છે. આયેશા મૂળ બિહારના ભાગલપુરની છે. પરંતુ તેમણે તેમનું બાળપણ પોતાના માતા-પિતા સાથે દિલ્હીમાં જ વિતાવ્યું છે.
https://www.youtube.com/watch?v=d5cyIgay-h0
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.