કોરોના વાયરસ મહામારી વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એક્શન મોડમાં છે અને સતત અધિકારીઓ સાથે સમીક્ષા કરવાની સાથે હોસ્પિટલોનો પ્રવાસ કરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી રહ્યાં છે. મનસુખ માંડવિયા હાલમાં સામાન્ય દદીઁઁની જેમ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ પહોંચ્યા હતાં. જયાં તેમની સાથે ચોંકાવનારી ધટના બની હતી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એ જણાવ્યું કે સફદરજંગ હોસ્પિટલમાં બેંચ પર બેસવા દરમિયાન એક ગાર્ડે તેમને ડંડો માર્યો હતો. મનસુખ માંડવિયાએ સફદરજંગ હોસ્પિટલમાં ચાર સ્વાસ્થ્ય સંબંધિ સુવિધાઓના ઉદ્ઘાટનમાં આ સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો છે.
https://www.youtube.com/watch?v=d5cyIgay-h0
ઓળખ બદલીને સફદરજંગ હોસ્પિટલ પહોંચ્યા બાદ મનસુખ માંડવિયાને અનેક પ્રકારની અવ્યવસ્થા જોવા મળી હતી. તેમણે જણાવ્યું કે, હોસ્પિટલમાં આશરે 75 વર્ષના એક વૃદ્ધ મહિલાને તેમના પુત્ર માટે સ્ટ્રેચરની જરૂર હતી, પરંતુ મહિલાને સ્ટ્રેચર અપાવવા અને સ્ટ્રેચરમાં લઈ જવા માટે ગાર્ડે તેની મદદ કરી નહીં.
ફર્સ્ટપોસ્ટના રિપોર્ટ અુસાર આ સંપૂર્ણ ઘટનાની જાણકારી મનસુખ માંડવિયાએ પ્રધાનમંત્રી મોદીને આપી હતી. તેના પર પીએમ મોદીએ પૂછ્યુ કે શું જે ગાર્ડે ડંડો માર્યો, તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો? તેના પર સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, ના. તેમણે કહ્યું કે, તે માત્ર એક વ્યક્તિને નહીં, પરંતુ સિસ્ટમને સુધારવા ઈચ્છે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોના કાળમાં ડોક્ટરો દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા કરી અને કહ્યુ કે, બધા ડોક્ટરોએ એક ટીમ વર્કના રૂપમાં કામ કરવું જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી કે હોસ્પિટલ પોતાની છબી બદલવા માટે એક પ્રેરણાના રૂપમાં કામ કરશે.
https://www.youtube.com/watch?v=iJBy0t5009Y
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.