4 સપ્તાહમાં કોંગ્રેસની ન્યાય યાત્રામાં સરકારી મોતનાં આંકડા કરતાં 3 ગણાથી વધુ મોત…સાથે ફોર્મ ભરાયા…

ગુજરાત કોંગ્રેસ દ્નારા કોવિડ-૧૯ ન્યાય યાત્રા ૧૬મી ઓગસ્ટથી શરુ કરાઈ હતી. આ ન્યાય યાત્રામાં ચાર અઠવાડિયાના સમયગાળામાં જ કોરોનામાં જેમને સ્વજન ગુમાવ્યાં છે તેવા ૩૧,૮૫૦ કરતાં વધુ પરિવારોની મુલાકાત લઈને તેમને સાંત્વના આપવામાં આવી છે.

૩૧,૮૫૦ કરતાં વધુ ફોર્મ મૃતકનાં પરિવારજનો ભરીને આપ્યાં છે. એનો અર્થ ગુજરાત સરકાર ૧૦,૦૮૧ સત્તાવાર કોરોના મૃતકનો આંકડો બતાવે છે. તેમ સોમવારે પાલડી સ્થિત કોગ્રેંસ કાયાઁલયે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.

હવે ચૂંટણી નજીક આવી છે એટલે ભાજપનાં હાઈકમાન્ડે ચહેરો બદલાવી ને પોતાનાં અસલ ચરિત્રને છુપાવવાની કોશિશ કરી છે. નેતા નહિ નિયજ બદલો .ચહેરો નહિ વ્યવસ્થા બદલવાની જરૂર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.