રુપિયાનો આ સિક્કો રાતોરાત બનાવી દેશે કરોડપતિ..! વાંચી લો RBIની ચેતવણી…

છેલ્લાં કેટલાંક સમયથી જૂના સિક્કા અને નોટોની ખરીદી અને વેચાણનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. નેટ પર એવા ધણાં પ્લેટફોર્મ છે જયાં જૂની નોટ અને સિક્કા વેચાઈ રહ્યાં છે. RBI એ કહ્યું કે જૂની નોટ અને સિક્કાનાં વેચાણ માટે કેન્દ્રીય બેંકના નામ અને લોગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જો તમે પણ જૂના સિક્કા અને નોટો વેચવા અથવા ખરીદવાની તૈયારી કરી રહ્યા છો, તો પહેલા RBI દ્વારા આપવામાં આવેલી આ માહિતી ચોક્કસપણે ચેક કરી લો. ઓનલાઇન ફ્રોડ કરનારાઓ સતત ગ્રાહકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે, તે દરરોજ નવી નવી રીતો શોધી કાઢે છે.

રિઝર્વ બેંકે તેના નિવેદનમાં કહ્યું છે કે, ‘તે આવી કોઈ ગતિવિધિમાં સામેલ નથી અને આવા ટ્રાન્જેક્શન માટે ક્યારેય કોઈ પાસેથી કોઈ ફી કે કમિશન માંગશે નહીં. તે જ સમયે, બેંકે કહ્યું છે કે તેણે આવી ગતિવિધિઓ માટે કોઈપણ સંસ્થા અથવા વ્યક્તિને કોઈ પણ પ્રકારનો અધિકાર આપ્યો નથી.

તમને જણાવી દઈએ કે RBI આવા કેસોમાં ટ્રાન્જેક્શન કરતી નથી અને ન તો તે ક્યારેય કોઈ પાસેથી આવી ફી કે કમિશન માંગતી નથી. બેંકે કહ્યું, “રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કોઈ પણ સંસ્થા, કંપની અથવા વ્યક્તિ વગેરેને રિઝર્વ બેન્ક વતી આવા ટ્રાન્જેક્શન પર કોઈ ફી અથવા કમિશન વસૂલવાનો અધિકાર આપ્યો નથી. ભારતીય રિઝર્વ બેંક સામાન્ય લોકોને સલાહ આપે છે કે આવી નકલી અને ફ્રોડ ઓફરની જાળમાં ન ફસાઓ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.