ભારતીય અખાડા પરિષદનાં પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીનું સોમવારે પ્રયાગરાજમાં શંકાસ્પદ સંજોગોમાં નિધન થયું. પોલીસ હાલમાં તેને આત્મહત્યા ગણાવી રહી છે. ધટના સ્થળ પરથી ૬ પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી છે. આ પત્ર મુજબ નરેન્દ્ર ગિરી તેમના નજીકના શિષ્ય આનંદ ગિરી અને હનુમાન મંદિરના પૂજારી અને તેમના પુત્ર વતઁનથી ખૂબ જ દુ:ખી હતાં.
આનંદ ગિરીએ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં અખાડા અને નરેન્દ્ર ગિરી પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા.નરેન્દ્ર ગિરીની આત્મહત્યાનાં કેસમાં પોલીસે આનંદ ગિરી વિરુદ્ધ FIR નોંધી છે. આનંદ ગિરી પોતાને ફરતાં યોગી ગણાવે છે અને આ પહેલાં પણ વિવાદોમાં ફસાયા હતા.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=5s
મહંત નરેન્દ્ર ગિરી અને શિષ્ય આનંદ ગિરી વચ્ચે પૈસા અને મિલકતને લઈને વિવાદ થયો હતો. ત્યાર બાદ તેમની વચ્ચે અંતર વધતું રહ્યું. આનંદ ગિરીને લોકો છોટે મહારાજ તરીકે જાણીતા હતા. મોંધી ગાડીમાં ફરવાનો શોખ અને મોંધા ફોન વારંવાર બદલી નાંખવાનો શોખ હોવાને કારણે આનંદ ગિરી ચચાઁ રહેતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.