મુંબઈમાં કપડાં કાઢીને કિન્નરનો આતંક..પોલીસને પણ છોડયા નહી.. જાણો શું થયું પછી…

મુંબઈમાં કિન્નરોનો આતંક વધી રહ્યો છે. દાદાગીરી પર ઉતરેલાં કિન્નર હવે પોલીસને પણ પડકાર ફેંકી રહ્યાં છે. તાજેતરના કિસ્સામાં કેટલાંક કિન્નરોએ રસ્તા પર જોરદાર ઉત્પાત મચાવ્યો હતો.

જેમાં આરોપી કિન્નર એક ટ્રાફિકકમીઁને ખુલ્લેઆમ કોલર પકડી ખેંચતા જોવા મળ્યા હતા. પોલીસની સાથે મારઝૂડ અને ગેરવર્તણૂકનો આ મામલો બાંગૂર નગર વિસ્તારમાં સામે આવ્યો.જયાં હંગામો કરી રહેલાં કિન્નરોએ પોતાના કપડાં નિકાળીને પોલીસને ધમકાવવાનો પ્રયત્ન કર્યો. તો બીજી તરફ ગાળાગાળી પર ઉતરેલાં કિન્નરોએ આસપાસમાં પડોશમાં ઉભેલાં લોકોની મજાક ઉડાવી.

આ મામલે બાંગુર નગર પોલીસે 3 કિન્નરો વિરૂદ્ધ સરકારી કામોમાં વિઘ્ન ઉભું કરવું. શાંતિ ભંગ સહિત આઇપીસીની ઘણી કલમ સહિત NDMA એક્ટ હેઠળ કેસ દાખલ કરતાં તેમની ધરપકડ કરી લીધી છે. બાંગુર નગર પોલીસ ઓફિસર શોભા પિસેએ જણાવ્યું કે વાયરલ વીડિયો શનિવાર બપોરનો છે.

જોકે એક દ્વિચક્રી વાહન દ્વારા ઓટો રિક્શાને ટક્કર માર્યા બાદ ઓટો ચાલકના સપોર્ટમાં કિન્નરનું એક ગ્રુપ આવ્યું હતું. આ લોકોએ બાઇક ચાલક ચલાવનારની સાથે જોરદાર મારઝૂડ કરી. તેના બચવામાં જ્યારે ટ્રાફિક પોલીસ અને બાંગુર નગરના કેટલાક પોલીસકર્મી પહોંચ્યા તો કિન્નરોના ગ્રુપે તેમને પણ ન છોડ્યા. ત્યારબાદ પોલીસે કડકાઇ વર્તતા આરોપીઓ પર કાબૂ મેળવ્યો. કેસમાં આગલની તપાસ ચાલુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.