અધૂરા માસે જન્મેલા બાળકને માતા તરછોડી નાસી ગઈ…સારવાર દરમિયાન માસૂમનું.

સુરતનાં ડિંડોલી વિસ્તારમાં રહેતી મહિલાએ આશરે ૧૮ દિવસ પહેલાં નવી સિવિલ હોસ્પિટલમાં એક અધૂરા માસના બાળકને જન્મ આપ્યો હતો. ૧૯ વષીઁય પૂજા પ્રમોદ કેવટને ગત તારીખ ચોથી એ પ્રસુતિ પીડા ઉપાડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

ત્યાં તેની અધૂરા માસે અને ઓછું વજન ધરાવતાં બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ નવજાત બાળક હાલત ગંભીર હોવાથી એન.આઈ.સી.યુ શિફટ કરવામાં આવ્યો હતો. જયારે માતા પૂજા કેવટને અન્ય વોડઁમાં દાખલ કરવામાં આવી હતી.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo

બાળકને ત્યજી દેનાર મહિલા વિરુદ્ધ ખટોદરા પોલીસ મથક ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસે કહ્યું હતું કે પૂજા કેવટે ડીંડોલીનું જે એડ્રેસ લખાવ્યું હતું ત્યાં જઈને ડી-સ્ટાફની ટીમે તપાસ કરી હતી જોકે એડ્રેસ ખોટું હોવાનું જાણવા મળ્યું તેમજ તે એડ્રેસ ઉપર કોઈ મળ્યું નહીં,તેમજ કેવટ સમાજને મળીને પણ મહિલાના નામ અને તેના વિષે પુછપરછ કરવાં આવી છે.

પરંતુ સમાજના લોકોએ પણ તેના બારામાં કોઈ માહિતી નહીં હોવાંનુ જણાવ્યું હતું, આગળ હવે સીસી ટીવી ફૂટેજના આધારે તપાસ ચાલી રહી છે,મહિલાની અટક કર્યા બાદ જ સ્પષ્ટ થશે કે બાળકને તરછોડી જવા પાછળનું હેતુ શૂ હતું. જે તપાસ દરમિયાન સ્પષ્ટ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.