ગુજરાતમાં ચોમાસામાં અકસ્માતનાં કિસ્સા વધી રહ્યાં છે. રસ્તો ભીનો હોવાથી ગાડી સ્લીપ ખાઈ જવાથી અકસ્માત વધે છે. ત્યારે ગુજરાત રાજસ્થાન બોડઁર પરથી પસાર થઈ રહેલી એક લક્ઝરી બસને અકસ્માત નડયો હતો. જેમાં એક મુસાફરનું મોત થયું હતું.
મોડી રાત્રે એક લકઝરી બસ જયપુરથી અમદાવાદ આવવા નીકળી હતી. ત્યારે આ લકઝરી બસે ગુજરાત – રાજસ્થાન બોડઁર ઉપર રાજસ્થાનની હદમાં પલટી મારી હતી.બસ પલટી મારતાં ૦૧ વ્યકિતનું ધટના સ્થળે મોત નીપજ્યું હતું. ધાયલોને સારવાર માટે આબુરોડની હોસ્પિટલમાં ખસેડાયા છે.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.