સ્પેનમાં ફાટયો જવાળામુખી,અમેરિકાથી લઈને કેનેડા સુધી સુનામીની એલર્ટ ..

સ્પેનમાં 50 વર્ષ બાદ લા-પાલ્મા મહાદ્નિપનાં સૌથી ખતરનાક જવાળામુખી ફાટયો છે. આજુબાજુનાં વિસ્તારમાં ઝડપથી આ લાવા ધરોનાં ધરને પણ નષ્ટ કરી રહ્યો છે. જવાળામુખી ફાટ્યા બાદ ખતરાને જોતાં ૧૦ હજારથી વધારે પરિવારોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ શિફટ કરવામાં આવ્યાં છે.

એટલાન્ટિક મહાસાગરમાં સ્પેનિશ ટાપુ લા-પાલ્મામાં જવાળામુખી ફાટવાથી તૂટક તૂટક ભૂકંપનાં આંચકા આવ્યાં છે. અમેરિકાથી કેનેડા સુધી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

લા પાલ્માના પ્રમુખ મારિઆનો હર્નાનાન્દેહે જણાવ્યું હતું કે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાવાના પ્રવાહથી દરિયાકિનારે વસ્તીવાળા વિસ્તારોની ચિંતા વધી છે. સ્પેનની નેશનલ જીઓલોજી ઇન્સ્ટિટ્યૂટના વડા ઇટાહિજા ડોમિંગ્યુઝે જણાવ્યું હતું કે જ્વાળામુખી ફાટવાની પ્રક્રિયા કેટલો સમય ચાલશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ છેલ્લી વખત તે ત્રણ અઠવાડિયા સુધી હતી.

સ્પેનના વડાપ્રધાન પ્રાડો સાન્ચેઝે પુષ્ટિ કરી કે લા પાલ્મા ટાપુ પર જ્વાળામુખી ફાટવાથી માનવ જીવન માટે કોઈ ખતરો નથી. સાન્ચેઝે કહ્યું, “અમે લા પાલ્માના નાગરિકોને સમજાવવું પડશે કે તેમની સલામતીની ખાતરી છે. અમે એક સપ્તાહથી વિસ્ફોટના કિસ્સામાં કેવી રીતે કાર્ય કરવું તે અંગે કામ કરી રહ્યા છીએ. સિવિલ ગાર્ડ, પોલીસ, ફાયર બ્રિગેડ, રેડ ક્રોસ અને સ્પેનિશ તમામ ઇમરજન્સી સૈન્યના પ્રતિભાવ એકમો ટાપુ પર તૈનાત કરવામાં આવ્યા છે. “

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.