અવકાશયાત્રીઓનાં લોહી પસીનાંમાંથી બનેલી વસ્તુઓ થી મંગળ પર બનશે ધર..

લાલ ગ્રહ મંગળ ઉપર વસાહતોનું નિમાઁણ હવે આસાન થઈ શકે છે કેમ કે વૈજ્ઞાનિકોએ એક અદ્દભૂત ટેકનિકની મદદથી કોંક્રીટ જેવી સામગ્રી તૈયાર કરી લીધી છે. જે સામાન્ય કોંક્રીટની સરખામણીએ અનેકગણી મજબૂત છે અને તે અંતરિક્ષની આત્યંતિક પરિસ્થિતિઓને પણ સહન કરી શકે છે.

આ કોંક્રીટનું નિમાઁણ અંતરિક્ષયાત્રીઓનાં લોહી પસીનાં અને આંસુંઓનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે. મટીરીયલ્સ ટુડે બાયો પત્રિકામાં પ્રસિદ્ધ થયેલાં માન્ચેસ્ટર યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોના લેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે બ્લડ પ્લાઝમાનાં એક કોમન પ્રોટીન એક ખાસ પ્રકારની માટીને ભેળવવામાં મદદ કરે છે..

વૈજ્ઞાનિકોએ આ નવી સામગ્રીને તેની બેસ્ટ કોમ્પ્રેસિવ શકિત ૩૯.૭ એમપીએ છે, જે સામાન્ય કોંક્રીટની તુલનામાં નોંધપાત્ર પ્રમાણમાં મજબૂત ગણાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.