અમદાવાદનાં સેટેલાઇટમાં આજે જૂથ અથડામણની ધટના સામે આવી છે. પોશ વિસ્તાર ગણાતા સેટેલાઇટમાં આજે બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં બે લોકો ધાયલ થયા હોવાની માહિતી મળી છે. જૂની અદાવતમાં તિક્ષ્ણ હથિયારો વડે બે જૂથ સામસામે આવી ગયા હતાં.
જો કે કોઈ અનિચ્છનીય ધટના ન બને તેને જોતાં સેટેલાઇટ પોલીસ ધટના સ્થળે પહોંચીને સમગ્ર મામલો હાથમાં લીધો હતો. આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદનાં સેટેલાઇટ વિસ્તારમાં પ્રેરણા તીથઁ દેરાસર પાસે વહેલી સવારે જૂથ અથડામણ થઈ છે.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=72s
જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધોળા દિવસે ધિંગાણું થયું હતું. જેમાં બે યુવકને ગંભીર અને જીવલેણ ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે સેલ્બી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ધટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.