આ ખરાબ આદતો છોડી દો.આ લોકો પર મંડરાઈ રહ્યો છે, મોતનો ખતરો..

આ દોડધામવાળી જિંદગીમાં કેટલાંક લોકો ખરાબ ટેવો અપનાવે છે. જે સમય પછી સ્વાસ્થ્ય માટે જીવલેણ બની જાય છે. જો આ ખરાબ આદતોને સમયસર સુધારવામાં ન આવે તો પાછળથી પસ્તાવો થાય છે.

1. ટાઈમસર સુવો..
કેટલાંક લોકો મોડી રાત સુધી જાગે છે અને પછી પૂરતી ઊંઘ પણ નથી લઈ શકતા. જો તમે પણ આવું કરો છો, તો સાવચેત રહો. કારણ કે ઓછી ઉંધ લેવાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે. તેનાં કારણે વ્યકિતનાં વતઁનમાં ચીડિયાપણું શરૂ થાય છે. સાથે જ ડિપ્રેશનની સમસ્યા પણ વધી જાય છે.

2.સ્મોકિંગ બંધ કરો..
સ્મોકિંગ સ્વાસ્થય માટે હાનિકારક છે.જો તેનું લાંબા સમય સુધી સેવન કરવામાં આવે તો તે કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. એક રિપોર્ટ અનુસાર, 80-90 ટકા લોકોને ધૂમ્રપાનને કારણે ફેફસાનું કેન્સર થાય છે. એટલા માટે સમયસર સિગારેટ કે બીડી છોડવી વધુ સારી છે, નહીંતર તે તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=72s

3.વધુ પેઇન કિલર્સનું સેવન..
આપણે જોઈએ છીએ કે થોડો દુખાવો થાય ત્યારે લોકો તરત જ પેઇન કિલર્સ ખાય છે, આવું કરવું યોગ્ય નથી. પેઇન કિલર્સનો લાંબા સમય સુધી ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. આ હાઈ બ્લડ પ્રેશર (હાઈપરટેન્શન) અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે. તેથી, વધારે પ્રમાણમાં પેઇન કિલર્સનું સેવન ન કરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.