છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટી સુખી સિંચાઈ જળાશય યોજનાનો ડેમ છલકાઈ ગયો છે.પાણીની વધુ આવક થતાં ડેમના બે ગેટ ખોલવામાં આવ્યાં છે.
છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો ડેમ સુખી ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઇ ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમના એક પછી એક કુલ બે ગેટ ૧૫ સેન્ટિમીટર ખોલવાની ફરજ પડી છે.
છોટાઉદેપુર તાલુકામાં અત્યાર સુધી ૧૩૮.૭૧% ,જયારે કે પાવીજેતપુરમાં ૧૦૦.૩૯% સરેરાશ વરસાદ નોંધાઈ ચૂકયો છે.
બીજી તરફ, પંચમહાલની કાલોલની નદીનો અદભુત વીડિયો વાયરલ થયો છે. ચેકડેમ પર માછલીઓની ઉછળકૂદનો વીડિયો વાયરલ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.