આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નથી..તો આપને નુકસાન થશે..

કેન્દ્ર સરકારે બે સૌથી મહત્વનાં દસ્તાવેજ આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખને ફરી એકવાર લંબાવી દેવામાં આવી છે. તેની ડેડલાઈન ૬ મહિના સુધીની રાખવામાં આવી છે. હવે આપ ૩૧ માચઁ ૨૦૨૨ સુધીમાં આ બને મહત્વનાં ડોકયુમેન્ટને લિંક કરી શકો છો. નાણામંત્રાલય જણાવ્યાં અનુસાર જો સમયસીમાની અંદર આધાર કાર્ડને પાન કાર્ડની સાથે લિંક નહીઓ કરવામાં આવે તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.

સેબી મુજબ જો પાનકાર્ડ કામ કરવાનું બંધ કરી દેશે તો આપનું ટ્રાન્જિકશન પણ રોકાઇ જશે. જો આપનું પાનકાર્ડ નિષ્ક્રિય થઇ ગયું છે અને આપ તેનો ઉપયોગ બેન્કની લેણદેણ અથવા અન્ય કોઇ જગ્યાએ કરશો તો આપને તેના પણ દંડ લાગશે.

જો આજદિન સુધી આપે આ બે મહત્વના ડોક્યુમેન્ટસ પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક નથી કરાવ્યાં તો આપને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ઇન્કમ ટેક્સ એક્ટ 139AA હેઠળ આપનું પાનકાર્ડ આધાર સાથે લિંક ન થતાં પાન કાર્ડને ઇનવેલિડ પણ માનવામાં આવશે.

ઉપરાંત આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક ન હોવાથી આપ આઇટી રિર્ટન પણ ફાઇલ નહીં કરી શકો. આપનું ટેક્સ રિફંડ પણ ફસાઇ શકે છે.જો આપ આ પરેશાનીથી બચવા માંગતાં હો તો તરત જ આધારકાર્ડ સાથે પાનકાર્ડને લિંક કરી દો. જે આપના માટે હિતાવહ અને સુવિધાપુર્ણ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.