પૂર્વ PM રાજીવ ગાંધીના પગલે હવે રાહુલ ગાંધી, BJPને ટક્કર આપવા નવા વર્ષથી શરુ કરશે આ ‘મિશન’

લોકસભા ચૂંટણીમાં હાર બાદ હવે રાહુલ ગાંધી ફરી એકવાર સક્રીય થઈ રહ્યા છે. આગામી ચૂંટણીઓમાં ભાજપને સીધી ટક્કર આપવા માટે હવે રાહુલ ગાંધી જાન્યુઆરીથી તમામ રાજ્યનો પ્રવાસ શરૂ કરશે. જાન્યુઆરીના બીજા સપ્તાહથી આ પ્રવાસની શરૂઆત થશે

  • ભાજપને સીધી ટક્કર આપવા માટે રાહુલ ગાંધી તૈયાર
  • જાન્યુઆરીથી રાહુલ ગાંધી કરશે તમામ રાજ્યોનો પ્રવાસ
  • 2021 અને 2022માં કેટલાક રાજ્યમાં યોજાશે ચૂંટણી

રાહુલ ગાંધી લોકો સાથે કરશે સીધો સંવાદ

રાહુલ ગાંધી નવા વર્ષથી ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. રાહુલ ગાંધી આગામી 2021 અને 2022માં કેટલાક રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. જેને લઇને રાહુલ ગાંધી જાન્યુઆરીથી તમામ રાજ્યોમાં પ્રવાસ કરશે. લોકો સાથે સીધો સંવાદ કરશે.

રાહુલ ગાંધી રાજ્યના પ્રદેશ આગેવાનો સાથે બેઠક કરશે

રાહુલ ગાંધીએવે આગામી ચૂંટણીઓને લઇને હવે તૈયારીઓ શરૂ કરી છે. જેને લઇને જાન્યુઆરીથી તમામ રાજ્યોનો પ્રવાસ કરશે. લોકો સાથે સીધો સંવાદ કર્યા બાદ પ્રદેશના કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો સાથે મુલાકાત કરી જિલ્લાના ક્ષેત્રિય કાર્યક્રમોમાં હાજરી આપશે.

લોકસભામાં મળેલી હાર બાદ અનેક રાજ્યોની હાલમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પ્રજા તરફથી મળી રહેલો પ્રતિસાદ જોતાં કોંગ્રેસ ફરિ સક્રિય પાર્ટી બની ગઇ છે. જેને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાર્ટીના કાર્યકર્તાઓમાં આગામી ચૂંટણીઓને લઇને જોશ ભરવા તમામ રાજ્યોનો પ્રવાસ શરૂ કરશે. આમ આગામી ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા કોંગ્રેસ દ્વારા રણનીતિ તૈયાર કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.