સીએમ છે એટલે પોણો કલાક બોલવું પડે એવા મૂડમાં આપણે કયાંય નથી, હોતા..

મુખ્યમંત્રી પટેલ સંભાળતા ભુપેન્દ્ર શનિવારની સાંજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર શરૂ કર્યો હતો. કાર્યકરો, ઉમેદવારોને સંબોધતા “મુખ્યમંત્રી” છે એટલે પોણો કલાક બોલવું જ પડે એવા મૂડમાં આપણે ક્યારેય નથી” એમ કહેતા સિવિલ ઓડિટરીયમમાં હાસ્યની છોળો ઉછળી હતી.

પોતાની પહેલી ચૂંટણી પ્રચાર સભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, “બહુ ભાષણ કરે અને જેને કહેવાય કે મુખ્યમંત્રી છે એટલે પોણો કલાક બોલવું જ પડે એવા મૂડમાં આપણે કયાંય નથી.” એમાં ઘણી વખત શું થાય કે ચૂંટણી સમયે બધા બોલી જાય પછી કોઈ દેખાતું નથી.

એટલે આવો પ્રોબ્લેમ ન થાય તેની પણ અમે બધા જવાબદારી લઈએ છીએ. આ જવાબદારી અહીં બેઠાએ સૌની છે અને તેમાંથી કોઈ છટકે તો અમારા સુધી વાત પહોંચાડી દેજો.

ભાજપમાં સૌ પરિવારની ભાવનાથી કામ કરે છે. આખા દેશમાં બધી જ બેઠકો ભાજપ જ જીતે ત્યાં સુધી કાર્યકરોને આવતું રહેવાનું છે તેવું મુખ્યમંત્રી ભાજપનાં પેજ પ્રમુખને આહ્વાન કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.