રખડતા ઢોરને પકડવા ગયેલી ટીમ પર હુમલો પછી થયું એવું કે..

ગાંધીનગર માં જાહેર માર્ગો પર રખડતાં ઢોરોને કારણે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે રખડતાં ઢોરોને પકડવા માટેની કામગીરી કરતી મ્યુનિસિપલ કોર્પોરેશન ની ટીમ પર અને છૂટા મૂકી દેતા કેટલાક માલધારીઓએ હુમલો કર્યો ની ફરિયાદ સેક્ટર 21 પોલીસ મથકે નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર બનાવની વિગત એવી છે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની રખડતા ઢોર પકડ ટીમ શુક્રવારે સવારે સેક્ટર ૨૮ થી ગ-૭ પાસે રખડતા ઢોરને પકડવાની કામગીરી કરી રહી હતી. ત્યારે રસ્તામાં રખડતી બે ગાયોને પકડીને ટ્રેક્ટર માં મુકવામાં આવી રહી હતી. ત્યારે આજુબાજુથી માલધારીઓ દોડી આવ્યા હતા. અને તેમણે એક ગાયન દાદાગીરી કરી છોડાવી મૂકી હતી. બાદમાં સ્ટાફ સાથે ગાળાગાળી કરીને ધમકી આપી હતી કે, હવે પછી અહીંયા ગાયો પકડવા આવો તો જાનથી મારી નાખવામાં આવશે. બાદમાં અન્ય ગાયને પણ છોડી મૂકવામાં આવી હતી.

પોલીસે આઈપીસીની કલમ ૧૪૩,૧૪૭,૩૨૩,૧૮૬,૫૦૬(૨),૧૧૪ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=6s

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.