વિદેશ જતાં લોકોને કોવિન એપ પર મળશે નવી સેવા,જન્મ તારીખ સાથે મળશે સટીઁફિકેટ.

ભારતમાં કોરોના સંક્રમણનો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દરરોજ ૩૦ હજાર જેટલાં નવા કેસ નોંધાઈ રહ્યાં છે. જો કે,આ સમય દરમિયાન કેટલાંક લોકો વિદેશ પ્રવાસ કરવાનું પણ વિચારી રહ્યાં છે.

આવા લોકો વિદેશ પ્રવાસ કરી શકે છે.જે લોકો કોરોના રસીનાં બંને ડોઝ લઈ ચૂક્યાં છે જે વિદેશ પ્રવાસ કરી શકે છે. તેઓ જન્મ તારીખ સાથે કોવિન એપ પર રસી પ્રમાણપત્રની સુવિધા મેળવવા જઈ રહ્યાં છે.

એક સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, “એવું નક્કી કરવામાં આવ્યું છે કે કોવિન એપમાં એક નવું ફીયર ઉમેરવામાં આવશે, જે અંતર્ગત રસીકરણ કરાયેલાં વિદેશ મુસાફરી કરવા ઈચ્છતા લોકોનાં રસીકરણ પ્રમાણપત્ર જન્મ તારીખની સંપૂર્ણ નોંધણી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.