હળવદમાં વિધાર્થીની સાથે દુષ્કર્મની ધટના હવસખોરો વિડીયો બનાવીને કરતાં હતાં..

ગુજરાત રાજયનાં હળવદમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યાં છે. મોરબીનાં હળવદમાં દુષ્કર્મની ધટના બનતા ચકચાર મચી હતી.

સગીરા સાથે મિત્રતા કેળવી તેનાં બીભત્સ ફોટા અને વિડીયો શુટીંગ ઉતારી બ્લેકમેલ કરી. સગીરાનાં ભાઈને મારી નાંખવાની ધમકી આપી એક વષઁ સુધી દુષ્કર્મ ગુજાર્યો હતો.

હળવદનાં ખારીવાવડીમાં વિસ્ત્તારમાં રહેતાં જયેશ ચંદુભાઈ કણઝરીયા, મેહુલ સવજીભાઈ હડીયલ બને શખ્સો સામે નોંધાઈ ફરિયાદ. હળવદ પોલીસ ફરિયાદ નોંધી બન્ને આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

આ ઉપરાંત સગીરાના ભાઈને પણ મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ફરિયાદનાં આધારે બંને આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.