આણંદમાં 4.52 ઇંચ વરસાદ : ખેડૂતોના હાલ ખરાબ, મગફળી, કપાસ અને તલના પાકને ભારે નુકસાન

રાજ્યભરમાં ક્યાર વાવાઝોડાની અસર કારણે વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29 જિલ્લાનાં 137 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ 4.30 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌથી વધુ 4.52 ઇંચ વરસાદ આણંદમાં પડ્યો છે. જે બાદ વઠવાણમાં 4.08 ઈંચ, લખતરમાં 2.92 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સાયલા, વાંકાનેર, ચુડા, ટંકારા, દેહગામ, નાંદોદ, બાયડ, છોટાઉદેપુર, અંકલેશ્વર, વાસો, ધંધુકામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોનાં ઊભા પાકને નુકસાન થયું છે. ખેડૂતોનાં મગફળી, કપાસ અને તલના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોએ સરકાર સામે સર્વે કરી નુકસાન ભરપાઈ કરવાની માગ કરી છે.

રાજકોટમાં એક જ કલાકમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે ખેડૂતોનાં ઊભા પાકમાં પાણી પાણી થઇ ગયું છે. ખેડૂતોને પાકનું ઘણું નુકસાન થયું છે. ગુજરાતમાં વરસાદને કારણે ખેડૂતોના મગફળી, કપાસ અને તલના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોએ સરકાર સામે સર્વે કરી નુકસાન ભરપાઈ કરવાની માગ કરી છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પ્રમાણે જેતપુરમાં 37 મિમી, જામ કંડોરણા 8 મિમી, ધોરાજી – 4 મિમી, પડધરી – 26 મિમી, રાજકોટ શહેરમાં 1 મિમી નોંધાયા છે.

મોરબી જીલ્લામાં સાર્વત્રિક બે ઈંચ વરસાદ નોંધાયો છે. મોરબી, હળવદ, ટંકારા, વાંકાનેર, માળીયા મિયાણા પંથકમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના પાકને નુકશાની થઇ છે. ઉપરવાસમાં વરસાદથી મચ્છુ 02, ડેમમાં વધુ નવા નીર આવ્યા છે. મચ્છુ 02 ડેમનાં બે દરવાજા એક એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. અક કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબકતા લોકોમાં પણ ચિંતા વ્યાપી ગઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.