ડેન્ગ્યુનાં તાવથી થાવ ભયભીત, તજજ્ઞો પાસેથી સાજા થવાનાં સરળ ઉપાય..

કોવિડ ૧૯ સંક્રમણની સાથે જ હાલ ડેન્ગ્યુ તાવનાં પણ કેસ સામે આવી રહ્યાં છે. નિષ્ણાંતો અને તજજ્ઞોનાં મત મુજબ ડેન્ગ્યુ તાવને હળવાશમાં લેશો તો તમારા માટે જીવલેણ સાબિત થશે.

જ્યારે તમે ડેન્ગ્યુના શિકાર બનો ત્યારે તાવ, તીવ્ર માથાનો દુ:ખાવો, થાક, શ્વાસ લેવામાં તકલીફ અને ઉલટી જેવી ઘણી તકલીફો થાય છે. એક આયુર્વેદિક નિષ્ણાતના જણાવ્યા મુજબ જો તમને ડેન્ગ્યુનો તાવ આવે તો તમારે અમુક પ્રકારની વિશેષ સાવચેતી રાખવી જોઈએ. ઓ તમે સાવચેતીઓ રાખશો તો તમારી રિકવરી ઝડપી બનશે. આ માટે તમારે આવનાર સમયમા ચોક્કસ આહાર, જીવનશૈલી અને આદતોનું પાલન કરવું જોઈએ. ડેન્ગ્યુનો તાવ ઉતર્યા પછી તમારે થોડા દિવસો માટે આ ડાયટને અનુસરવી જોઈએ.

દરરોજના 3 થી 4 લિટર પાણીનું કરો સેવન :
આ સમય દરમિયાન તમે દરરોજનું 3-4 લીટર પાણી પીવાની આદત કેળવો. આ સિવાય તમે ખાંડ વગરના ફળોનો રસ પણ પી શકો છો. તરલ પદાર્થોના સેવનથી તમારો રિકવરી રેટ સારો રહેશે. આ માટે તમે નારિયેળ પાણી, લીંબુ પાણી, વરિયાળીનું પાણી આ બધી વસ્તુઓનુ સેવન પણ કરી શકો છો.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=6s

 શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ ?
આમળા, કિવિ, નારંગી અને અનાનસ જેવા સાઇટ્રસ ફળોનું નિયમિત સેવન કરો. આ સિવાય દાડમ અને પપૈયું પણ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ ઉપરાંત હળવો અને ઘરે બનાવેલો ખોરાક ખાવાનો વધુ પડતો આગ્રહ રાખવો. આ સિવાય તમે ભોજનમાં ખીચડી અને મગની દાળનો સૂપ પણ લઈ શકો છો. પ્રોસેસ્ડ ફૂડના સેવનને શક્ય તેટલું ટાળો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.