ગુજરાતનાં મુન્દ્રા પોર્ટ પરથી ૨૧ હજાર કરોડનું ૩ હજાર કિલો ડ્રગ્સ પકડાતા ચકચાર મચી ગયો હતો. ત્યારે રાજયનાં બનાસકાંઠા જિલ્લામાંથી ડ્રગ્સ પકડાવવાનો કિસ્સા સામે આવ્યો છે.
પાલનપુર માંથી પોલીસે એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોની અટકાયત કરી છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાની પાલનપુર SOG પોલીસે શહેરનાં એરોમા સર્કલ પાસેથી એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo
અમદાવાદથી રાજસ્થાન (Rajasthan) તરફ જતી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા બે શખ્સો પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ (Mephedrone Drugs) ઝડપી પાડ્યું છે. પોલીસે કુલ 26 લાખ રૂપિયાની કિંમતનું 260 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (Drugs) ઝડપી પાડ્યું છે.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo
ઉલ્લેખનીય છે કે, પાલનપુર SOG પોલીસે રાજસ્થાનના બે આરોપીની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ આ ડ્રગ્સ કોને આપવાના હતા અને કટેલા સમયથી તેઓ આ ડ્રગ્સના નેટવર્કમાં સંડોવાયેલા છે તે અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.