શહેરનાં (Ahmedabad) નારોલ વિસ્તારમાં આવેલી જિંદાલ (Zindal factory) કાપડની ફેકટરીમાં આગ લાગતા કરોડો રૂપિયાનું કાપડ બળીને ખાખ થયું છે. ગઇકાલે મોડી રાતથી ફાયરનાં 30થી વધુ વાહનો આગ બુઝાવવા કામે લાગ્યા હતા. આજે સવારે પણ આગ કાબુમાં આવી નથી. હાલ પણ આગ બુઝાવવાની કામગીરી ચાલુ જ છે. સદનસીબે આ કંપનીમાં દિવાળીની રજાઓ ચાલુ હોવાને કારણે કોઇ જાનહાની થઇ નથી.
શહેરનાં નારોલ વિસ્તારમાં કોઝી હોટલ પાસે આવેલ જિંદાલ કાપડની ફેકટરીમાં સાંજના 7 કલાકે અચાનક આગ લાગી હતી. કાપડની ફેકટરીમાં 3 માળે રાખેલા કાપડમાં અચાનક આગ લાગતાંની સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ બુઝાવવા માટે સતત લાખો લિટર પાણીનો મારો ચલાવ્યો હતો. કાપડનો મોટો જથ્થો ત્યાં હોવાના કારણે ફાયરની ટીમને આગ પર કાબૂ મેળવવા માટે મુશ્કેલી પડી હતી.
કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ડી. એલ. પટેલે જણાવ્યું હતું કે, દિવાળીનો તહેવાર હોવાથી કંપની બંધ હતી અને અચાનક જ આગ લાગી હતી. પરંતુ 20 જેટલા સિક્યુરીટી ગાર્ડ અને ફાયર સેફ્ટીનાં સાધનો હોવાથી આગને કાબુમાં લેવાની શરુઆત કરી હતી પરંતુ આગ કાબુ ન આવતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી આગ લાગવાનું કારણ એફએસએલના રિપોર્ટ બાદ જ સામે આવશે. કરોડોની કિંમતનું કાપડ આગની લપેટમાં આવ્યું છે. આગ કાબુમાં આવ્યા પછી જ નુકશાનીનો આંક સામે આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.