ભાજપ શિવસેના વચ્ચેના 1999ના બદલાના વિવાદમાં કોંગ્રેસને ફાયદો થવાની શક્યતા

મહારાષ્ટ્રની સત્તામાં 50-50 ફોર્મ્યુલા 1999માં ગોપીનાથ મુંડે લઈને આવ્યા હતા પરંતુ ત્યારે શિવસેના રાજી નહોતી થઈ. આ વખતે તેવી જ સ્થિતિનું નિર્માણ થયું છે, પરંતુ આ વખતે શિવસેના 50-50 ફોર્મ્યુલા માટે જીદ કરી રહ્યું છે અને ભાજપ તેના માટે સહમત થતું નથી.

ભાજપ નેતા ગોપીનાથ મુંડે 1999માં લાવ્યા હતા 50-50 ફોર્મ્યુલા

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે શિવસેના અને ભાજપ વચ્ચે વિખવાદ વધુ વધુને વકરતો જાય છે. શિવસેના ભાજપ પાસે કેબિનેટમાં 50 ટકા હિસ્સો માંગી રહી છે અને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ માંગતા મહારાષ્ટ્રમાં પેંચ ફસાઈ ગયો છે. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કહી રહ્યા છે કે આગામી પાંચ વર્ષ સુધી હું જ મુખ્યમંત્રી રહેવાનો છું ત્યારે આ પરિસ્થિતિએ 1999ની યાદ અપાવી દીધી છે. સત્તાની રમત રમતી ભાજપ શિવસેનાનું આ ઝઘડો નવો નથી. સત્તામાં અડધી અડધી હિસ્સેદારીની ફોર્મ્યુલા ભાજપ નેતા ગોપીનાથ મુંડે સૌપ્રથમ વખત લઈને આવ્યા હતા. 1999માં ભાજપે શિવસેનાને સમર્થન આપવા માટે 50-50 ફોર્મ્યુલાની શરત મૂકી હતી અને તે સમયે શિવસેના આ ગઠબંધન કરવા રાજી થયું નહિ અને સરકાર બની શકી નહોતી.

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા તેમાં કોઈ પણ પક્ષને બહુમત આપ્યું નથી.ભાજપ પાસે 105 બેઠક છે શિવસેનાને 56 બેઠકો મળી છે. જ્યારે બીજી તરફ NCP 54 અને કોંગ્રેસ 44 બેઠકો પર છે તથા 29 અન્ય ઉમેદવારો પણ જીતીનેઆવ્યા છે. આમ જોવા જઈએ તો ભાજપ-શિવસેના ગઠબંધન પાસે બહુમતનો આંકડો છે. ભાજપ શિવસેનાના ટેકા વગર સરકાર બનાવી શકે તેમ નથી ત્યારે 50-50 ફોર્મ્યુલા પર મામલો અટકી પડ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.