ગુજરાતના રાજકારણ ને લઈને અસ્મિતા ન્યુઝ પાસે આવ્યા છે. મહત્વના સમાચાર પાટીદાર સીએમ બનતા જ પાટીદાર સમાજ થયો. સક્રિય પાટીદાર સમાજના ધાર્મિક અને સામાજિક વડાઓ સાથે સીએમની મોટી બેઠક આજે સાંજે 6:00 રાજભવન ખાતે યોજાવા જઇ રહી છે.
૨૦૨૨ ચૂંટણી પહેલા પાટીદાર સમાજ ફરી એક મંચ પર જોવા મળશે. લેઉવા કડવા પાટીદાર સમાજના તમામ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ એક સાથે મળે છે. સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરશે. ખોડલધામ અને ઊંઝા ઉમિયા ધામ ના ટ્રસ્ટીઓ અને આગેવાનો સાથે સીએમની મહત્વની બેઠક થશે.
અત્યાર સુધી પાટીદાર સમાજની થયેલી ચર્ચાના મુદ્દાને લઈને જરૂરી વાતચીત થશે. આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો પર થયેલા કેસ પણ પરત ખેંચવા સીએમને રજૂઆત કરવામાં આવશે.
સીએમ સાથે બેઠકમાં હાજર રહેનારા આગેવાનો નાં નામ..
૧. નરેશ પટેલ. ખોડલધામ..
૨.મણીભાઈ મમ્મી. ઉંઝા ઉમિયાધામ..
૩.બાબુ જમનાદાસ પટેલ.
૪. જયરામ પટેલ. સુનસર મંદિર..
૫.દિલિપ નેતા. ઉંઝા મંદિર..
૬.વાસુદેવ પટેલ. સોલા ઉમિયા કેમ્પસ..
૭.રમેશ દૂધવાળા.સોલા ઉમિયા કેમ્પસ..
૮.દિનેશ કુંભાણી.ખોડલધામ..
https://www.youtube.com/watch?v=5y4slk8mwAE
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.