ગુજરાતમાં ખેડૂતોને પડતા ઉપર પાટું જેવો દાવ થયો છે. ક્યાર વાવાઝોડાને કારણે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ ગુજરાતને ઘમરોળી રહ્યો છે જેને કારણે રાજ્યભરમાં 25થી 50 ટકા જેટલા ઉભા પાક બળી ગયા છે. જગતના તાત ખેડૂતનું નવુ વર્ષ બગડ્યુ છે. તેમને બેસતા વર્ષે જ વરસાદે રોવડાવ્યા છે. આ વરસાદની અસર આગામી ઘઉંના પાક ઉપર પણ પડવાની છે. ડાંગર, મગફળી, કઠોળ અને તેલિબિંયાંના પાક તો નિષ્ફળ ગયા જ છે પણ શિયાળુ પાકમાં પણ કમોસમી વરસાદે દાટ વાળ્યો છે.
- ડાંગરની લણણી સમયે જ વરસાદ વિલન બન્યો
- કપાસ, જુવાર, મકાઇ અને કેળના પાકને પણ નુકસાન
- સૌરાષ્ટ્રમાં મગફળની પાકને ભારે નુકશાન
ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. હળવા છાંટાથી મગફળી, કપાસ, તલ, ડાંગર, કઠોળના પાકને પણ નુકસાન થયું છે. મગફળીની લણણી વખતે વરસાદ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પોરબંદર, જૂનાગઢ, જામનગર, અમરેલીમાં મગફળીમાં નુકસાન થયું છે. મગફળીના પરાળ અને મગફળી બન્ને બગડ્યા છે. ત્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કપાસ-ડાંગરને નુકસાન થયું છે. ડાંગરની લણણી સમયે જ વરસાદ થતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે.
ડાંગરની લણણી સમયે જ વરસાદ વિલન બન્યો
સાણંદમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. સાણંદના ખેતરોમાં ડાંગરના ઉભા પાકને નુકસાન થયુ છે. લણણી સમયે જ વરસાદ વિલન બન્યો હતો.
ડાંગરના ઉભા પાકને નુકસાનથી ખેડૂતોનું નવું વર્ષ બગડ્યું છે.
સુરતમાં છેલ્લા 3 દિવસના વરસાદથી 20થી 25 ટકા પાકને નુકસાન
ક્યાર વાવાઝોડાની અસરથી કમોસમી વરસાદ પડ્યો છે. જેને લઇ સુરતમાં ડાંગરનો પાક લેનારા ખેડૂતોની માઠી દશા થઇ છે. વરસાદથી 30થી 40 કરોડના નુકસાનનો અંદાજ છે. સુરતમાં અંદાજે 2 લાખ હેક્ટરમાં ડાંગરના પાકનું વાવેતર કરાયું છે. ત્યારે છેલ્લા 3 દિવસના વરસાદથી 20થી 25 ટકા પાકને નુકસાન થયું છે. એક સિઝનમાં અંદાજે 250 કરોડની ડાંગર થાય છે. ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે.
જૂનાગઢમાં વરસાદથી ખેડૂતોનો 50 ટકા નિષ્ફળ થયો
જૂનાગઢમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો મોટું નુકસાન થયું છે. ધોધમાર વરસાદથી પાક પણ બગડી ગયો છે. હજારો એકર જમીનમાં પાકને નુકસાન થયું છે. જૂનાગઢમાં કમોસમી વરસાદથી મગફળીના પાકને નુકસાન થયું છે. વાતાવરણમાં બદલાવ આવતા ખેડૂતો ચિંતામાં છે. હજારો એકર જમીનમાં મગફળીના પાકને નુકસાન થયું છે. સતત વરસાદથી ખેડૂતોનો 50 ટકા નિષ્ફળ થયો છે. ફરી કમોસમી વરસાદથી ચારો પણ બગડ્યો છે. ત્યારે ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી અને સહાય ચૂકવવાની માગ કરી છે.
પડધરી તાલુકાના 62 ગામોમાં નુકસાન
ક્યાર વાવાઝોડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, ગોંડલ, જેતપુરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પડધરીની આસપાસના ગામો સૌથી વધુ પ્રભાવિત થયા છે. પડધરી તાલુકાના 62 ગામોમાં નુકસાન થયુ છે.
બનાસકાંઠામાં પણ પાક ફેલ
બનાસકાંઠામાં કમોસમી વરસાદ થયો છે. સમગ્ર જીલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયુ છે. મગફળી, કપાસ, તલ, જુવાર, ડાગર જેવા પાકને ભારે નુકસાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો બીજી બાજ આજે વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાયુ છે.
નર્મદા જિલ્લામાં કપાસ, જુવાર, મકાઇ અને કેળના પાકને પણ નુકસાન
નર્મદામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગતરોજ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતરમાં ઉભો તૈયાર પાકને નુકસાન થયું છે. કપાસ, જુવાર, મકાઇ અને કેળના પાકને પણ નુકસાન થતા. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
પલળેલી ડાંગરનું શું કરશુ?
વડોદરામાં કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. ડાંગરની લણણી સમયે જ કમોસમી વરસાદ થયો છે. ત્યારે વડોદરા સહિત દક્ષિણ ગુજરાતમાં ડાંગરને નુકસાન થયું છે. ત્યારે ડાંગર પલળેલી જતા ખેડૂતોને ભાવ પણ હવે ઓછો મળશે
અરવલ્લીમાં પણ ખેતરોમાં વરસાદે તારાજી સર્જી
અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે.મોડાસા, ધનસુરા સહીત જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાન થયુ છે.ગાજવીજ સાથે વરસાદ પડતા કપાસ, મગફળ. તલ,જુવારના પાકને નુકસાન થયુ છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.