લિમિટની બહાર ન ખાઓ આ વસ્તુ નહીંતર કંટ્રોલ બહાર જશે બ્લડ પ્રેશર..

જો આપને હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈપરટેંશનની સમસ્યા છે, તો આપને પણ ખાવા પીવાની આદતોનું ધ્યાન રાખવું જોઈએ. તેનાં માટે સૌથી જરૂરી છે. આપ મીઠાનો ઉપયોગ મર્યાદિત કરી નાખો.

જો આપ મીઠાની માત્રા મર્યાદિત કરીને અને દિવસભરમાં એક ચમચીથી વધારે નથી ખાતા, તો તેનાતી બ્લડ પ્રેશરનું લેવલ કંટ્રોલમાં રહેશે. હાઈ બ્લડ પ્રેશરના કારણે આપના હેલ્થ સાથે જોડાયેલી કેટલીય સમસ્યા આવી શકે છે. જે આપના શરીરના મહત્વના અંગોને પ્રભાવિત કરી શકે છે.

શરીરને પહોંચાડે છે નુકસાન..
US National Library of Medicineના ઈંટરનેશનલ સ્ટડી અનુસાર ભારતમાં સ્ટ્રોકથી થતાં 57 ટકા મોત અને Coronary Heart Disease થી થતી 24 ટકા મોતનું ડાયરેક્ટ કારણ હાઈપરટેંશન છે.

હાઈ બ્લડ પ્રેશરના લક્ષણો જલ્દી નજરે પડતા નથી. એટલા માટે કેટલીય વાર તેની ખબર નથી પડતી. જે સાઈલેંટ કિલર માફક આપના શરીરને નુકસાન પહોંચાડે છે. જેનાથી કાર્ડિયાક અરેસ્ટ અથવા સ્ટ્રોક, ઓર્ગન ફેલિયર અને કિડની સાથે જોડાયેલી બિમારીઓનો ખતરો રહે છે.

ડાયટમાં કરો આ ફેરફાર..
હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે આપ દવાઓ લઈ શકો છો. પણ તેની સૌથી સારામાં સારી સારવાર આપ પોતાની ડાયટમાં ફેરફાર કરો. યોગ્ય માત્રામાં ફળ, શાકભાજી, ડ્રાઈ ફ્રટ્સ ખાઓ, માછલી ખાઓ પણ મીટ અને ડેરી પ્રોડક્ટ્સની માત્રા ડાયટમાં ઓછી કરો. ઘી અને બટર જેવી વસ્તુઓ દરરોજ 170 ગ્રામથી વધારે માત્રામાં ન ખાઓ. કઠોળ ડાયેટમાં શામેલ કરો અને પ્લાંટ બેસ્ડ ડાઈટ પર વધારે ફોકસ કરો.

https://www.youtube.com/watch?v=KLODJ_yMYk8

ખાવામાં દરેક પ્રકારના સલાડને શામેલ કરો. ચિપ્સ ફ્રાઈઝ, અથાણા, પાપડ જેવી વસ્તુઓથી દૂર રહો, કારણ કે તેમા મીઠાની માત્રા વધારે હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.