આ મંદિરમાં ચઢાવાય છે. મનચુરિયન, નૂડલ્સ અને ચાઉમીનનો ભોગ ! મંદિરમાં બિરાજમાન છે મહાકાળી માતા..

આજે તમને એક એવા અનોખા મંદિર વિશે જણાવવા જઈ રહ્યાં છીએ. જયાં ભગવાનને નૂડલ્સ અને ચાઉમીનનો ભોગ ધરવામાં આવે છે. અહીં ભકતોને પ્રસાદ તરીકે ચાઈનીઝ ફૂડ આપવામાં આવે છે. મંદિરની આ વિશિષ્ટતાને કારણે કાલી માતાનું મંદિર સમગ્ર વિશ્વમાં જાણીતું છે.

આ મંદિરનો ઈતિહાસ એકદમ અનોખો છે. આ માતાનું મંદિર ચીની લોકોએ બનાવ્યું હતું. એવું કહેવાય છે કે, ધણાં સમય પહેલાં અહીં એક વૃક્ષ હતું. તેની નીચે પથ્થર રાખવામાં આવ્યાં હતાં. જેમાં મા કાલીના પ્રતીક તરીકે પૂજવામાં આવતા હતાં.

https://www.youtube.com/watch?v=5y4slk8mwAE

અચાનક એક દિવસ ચીની છોકરાની તબિયત બગડી ગઇ હતી. તેનાં બચી જવાની શકયતા ઓછી હતી. થોડા સમય પછી છોકરાના માતાપિતાએ મા કાલીને તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી અને ભક્તિભાવથી મા કાલીની આદરપૂર્વક પૂજા કરી. માતાની પૂજા કર્યા પછી, છોકરો સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો. તેના માતાપિતા આનાથી ખૂબ ખુશ હતા અને તેઓએ ત્યાં ચાઈનીઝ કાલી માતાનું મંદિર બનાવ્યું.

ત્યારથી ઘણા ચીની લોકો આવીને આ મંદિરમાં પૂજા કરે છે. એટલું જ નહીં, મંદિરની અંદર ઘણા ચીની પૂજારીઓ પણ છે. અહીં આવતા ભક્તોને પ્રસાદ તરીકે ચોપ્સી અને ચાઉમીન આપવામાં આવે છે. આ મંદિરમાં આવતા ભક્તો મંદિરની અંદર હાથથી બનાવેલ કાગળને બાળે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે અને દુષ્ટ આત્માઓ દૂર રહે છે. આ મંદિરની આવી અનોખી વિશિષ્ટતાઓને કારણે, વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.