દુનિયાનો નંબર 1 ઓલરાઉન્ડર શાકિબ દોષી જાહેર, ICCએ લગાવ્યો આટલા વર્ષોનો પ્રતિબંધ

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) એ બાંગ્લાદેશના ઓલરાઉન્ડર ક્રિકેટર અને ટેસ્ટ-ટી20ના કેપ્ટન શાકિબ અલ હસન વિરુદ્ધ આકરું વલણ અપનાવું છે. આ સાથે શાકિબની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ આઈસીસીએ શાકિબ અલ હસન પર બે વર્ષનો પ્રતિબંધ લાદયો છે. હવે શાકિબ આગામી બે વર્ષ સુધી કોઈ પણ ક્રિકેટ ફોર્મેટમાં ભાગ નહીં લઈ શકે. જોકે શાકિબે આઈસીસી એન્ટી કરપ્શન કોડની અવગણના કરવાના સંબંધમાં ત્રણ આરોપોને સ્વીકાર્યા છે. જેના કારણે આઈસીસીએ તેની સજાથી એક વર્ષ ઓછો કર્યો છે. આ સાથે સ્પષ્ટ થયું છે કે શાકિબ હવે 3 નવેમ્બરથી શરૂ થતા બાંગ્લાદેશના ભારત પ્રવાસનો હિસ્સો નહીં બને. તેને આ પ્રવાસ માટે પણ કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ શાકિબ પર આરોપ છે કે બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વિરુદ્ધ જાન્યુઆરીમાં રમાયેલી ટ્રાઇ સિરીઝ 2018 અને આઈપીએલ 2018 દરમિયાન બુકીઓ દ્વારા શાકિબનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેને આઈસીસીની એન્ટી કરપ્શન યુનિટને આ વિશે સંપૂર્ણ માહિતી આપી નહોતી. શાકિબ પર બુકી દ્વારા તેનો સંપર્ક કરવાની માહિતી છુપાવવાનો આરોપ હતો. તેથી સંસ્થા તેનાથી નારાજ હતી. આસીસીએ તેની કાર્યવાહી દરમિયાન દુનિયાના નંબર 1 ઓલરાઉન્ડર ખેલાડી શાકિબને કેટલીક વખત ભ્રષ્ટાચારના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવ્યો. તેના પર લાગેલા ચાર્જ મુજબ બુકીઓએ કેટલીક વખત અગલ-અલગ સમય અને સીરિઝ દરમિયાન શાકિબનો સંપર્ક કર્યો હતો. જેની માહિતી તેને છુપાવી હતી. જોકે હવે શાકિબે તેના આરોપોને સ્વીકાર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.