ફટાકડા બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઝેરી રસાયણોનાં ઉપયોગ અંગે સીબીઆઈનો રિપોર્ટ ગંભીર છે અને અમે લોકોને મરવા માટે છોડી શકતા નથી તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ પણે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
બેરિયમનાં ઉપયોગ અને ફટાકડા પર લેબલ લગાવવા અંગે સુપ્રીમ કોર્ટેનાં આદેશનો ભંગ કરવામાં આવ્યો છે. ન્યાયમૂર્તિ અેમ આર શાહની ખંડપીઠે જણાવ્યું હતું કે, સીબીઆઈએ જપ્ત કરેલાં ફટાકડામાં બેરિયમ સોલ્ટ જેવાં હાનિકારક કેમિકલ મળી આવ્યાં હતાં.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં દરરોજ ઉજવણી થાય છે પરંતુ આ અંગે બીજા પાસાઓ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
અમે લોકોને મરતા છોડી શકતા નથી. આ કેસની એાગામી સુનાવણી છ ઓક્ટોબરના રોજ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૯થી બેરિયમના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. આમ છતાં ફટાકડા નિર્માતાઓએ મોટા પ્રમાણમાં આ કેમિકલની ખરીદી કરી હતી,.
ગયા વર્ષે ત્રીજી માર્ચે સુપ્રીમ કોર્ટે સ્ટાન્ડર્ડ ફાયરવર્ક્સ, હિંદુસ્તાન ફાયરવર્ક્સ, વિનાયગા ફાયરવર્ક્સ ઇન્ડસ્ટ્રીઝ, શ્રી મરિયામ્માન ફાયરવર્ક્સ, શ્રી સૂર્યકલા ફાયરવર્ક્સ અને સેલવા વિનયાગર ફાયરવર્ક્સને સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ ન કરવાના કારણો રજૂ કરવા જણાવ્યું હતું.
https://www.youtube.com/watch?v=KLODJ_yMYk8
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.