1950ના દાયકામાં બનેલી હાર્લી-ડેવિડસનની આ બાઈકની થઈ રહી છે હરાજી, જાણો શું કામ ખાસ છે આ બાઈક.

કોણે અનુમાન લગાવ્યું હશે કે મોટરસાઈકલ બનાવવા માટે પ્રખ્યાત અમેરિકન વાહન નિર્માતા કંપની હાલીઁ-ડેવિડસનને ૧૯૫૦નાં દાયકામાં હોન્ડા સાથે સ્પર્ધા કરવા માટે હાલીઁ ડેવિડસન ટોપર નામનું સ્કુટર બનાવ્યું હતું. કંપનીએ માત્ર ૫ વર્ષ માટે આ સ્કૂટરનું ઉત્પાદન કર્યુ હતું.

રિપોર્ટ અનુસાર, સ્કૂટરમાં સિંગલ સિલિન્ડર, ફ્લેટ-માઉન્ટેડ 2-સ્ટ્રોક એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન માત્ર 5થી 9 હોર્સપાવર જનરેટ કરે છે. જો કે, હરાજી સાઈટ અનુસાર, તે સ્પષ્ટ નથી કે હાર્લી-ડેવિડસન ટોપરના ત્રણમાંથી કયા મોડેલ હરાજી માટે જશે. સ્કૂટરમાં 20 ઈંચનું પાછળનું વ્હીલ આપવામાં આવ્યું છે, અને તેને ક્રોમ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં પુલ સ્ટાર્ટ કોર્ડ મળે છે.

જોકે, હાર્લી-ડેવિડસન દ્વારા આપવામાં આવતી પ્રોડક્ટની સરખામણીમાં આ સ્કૂટર આજે રોમાંચ આપી શકતું નથી. પરંતુ તે ચોક્કસપણે એક એવું વાહન છે જે તે સમયે બનાવવામાં આવ્યું હતું અને તેથી મોટરસાઈકલ પ્રેમીઓ માટે આ હરાજી એક દુર્લભ તક છે જે હંમેશા ટુ વ્હીલરમાં રસ ધરાવતા હોય છે. મેકમનું લાસ વેગાસ મોટરસાયકલ 2022 25 જાન્યુઆરી, 2022થી શરૂ થશે અને 29 જાન્યુઆરી સુધી ચાલશે.

રેટ્રો થીમ ચાલુ રાખીને, હીરો મોટોકોર્પે તાજેતરમાં કહ્યું હતું કે પ્રીમિયમ મોટરસાઈકલ સેગમેન્ટમાં પ્રવેશવાના પ્રયાસમાં રેટ્રો સ્ટાઈલ સાથે ભારતમાં હાર્લી-ડેવિડસન મોડલ લોન્ચ કરવા માટે તે સખત મહેનત કરી રહી છે. આપને જણાવી દઈએ કે આ અમેરિકન ટુ-વ્હીલર ઉત્પાદકે ગયા વર્ષે ભારતમાં વેચાણ અને ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી હતી. જે બાદ તેણે હીરો મોટોકોર્પ સાથે ભાગીદારીની જાહેરાત કરી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.