સુરત શહેરનાં કતારગામ વિસ્તારની ગંભીર ધટના સામે આવી છે. માતા પિતા માટે ચેતવતો કિસ્સો સામે આવ્યો છે. લક્ષ્મી રેસીડેન્સીના આઠમાં માળેથી ૨ વર્ષનું બાળક નીચે પટકાયું હતું.
રમતા રમતા નીચે પટકાતા મોત થયું છે. આખી ધટના સીસીટીવીમાં કેદ થઈ છે. કતારગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનોં નોંધી તપાસ શરુ કરી છે.
https://www.youtube.com/watch?v=9raQ9H-58Zo
આ અંગેની વિગતો એવી છે કે, ફલેટનાં આગળનાં પેસેજમાં બાળક ગ્રિલ પાસે રમતું હતું. તેમજ રમતા રમતા જ તે ગ્રિલ પર ચડ્યો અને રમતાં રમતાં નીચે પટકાયો હતો.
જેમાં તેનું કરુણ મોત થયું હતું. આ સંપૂર્ણ ધટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બાળક રમી રહ્યું હતું ત્યારે આસપાસ કોઈ પરિવારજન નજીકમાં દેખાતા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.