વિશ્વ આરોગ્ય સંગઠન ના કર્મચારીઓની કાળી કરતૂતો આવી સામે, મદદ માટે ગયાં હતાં પરંતુ આવું ગંદુ કામ કરી નાખ્યું..

વિશ્વ આરોગ્ય સંગઠન ના 21 કર્મચારીઓએ કાંગોમાં મહિલાઓ અને સગીરાઓને હવસનો ભોગ બનાવી છે. એક સ્વતંત્ર તપાસ માં એવી માહિતી સામે આવી છે કે, આફ્રિકા દેશમાં ૨૦૧૮ થી ૨૦૨૦ દરમિયાન આ વારદાતો ને અંજામ આપવામાં આવ્યો છે .વિશ્વ આરોગ્ય સંગઠન ના કર્મચારી ઈબોલા મહામારી સામે લડવા માટે કાંગો ગયા હતા.

ત્યારે તેમણે અનેક મહિલાઓ અને છોકરીઓનું શારીરિક શોષણ કર્યું. ન્યૂયોર્ક ટાઈમ્સનાં એક રિપોર્ટ મુજબ સ્વતંત્ર કમિટી તપાસમાં કર્મચારીઓ પર લાગેલાં આરોપોની પુષ્ટિ બાદ વિશ્ચ આરોગ્ય સંગઠનનાં પ્રમુખો ટેડ્રોસ એડનમ ધેબ્રેયેસસ એ આ ધટના પર દુ:ખ વ્યકત કર્યુ છે.

પીડિત મહિલાઓએ એમ પણ જણાવ્યું કે શારીરિક હુમલા દરમિયાન આરોપી કન્ટ્રાસેપ્શનનો ઉપયોગ કરતા નહતા. બાદમાં તેઓ મહિલાઓને એબોર્શન માટે દબાણ કરતા હતા. કેટલીક પીડિત મહિલાઓએ જણાવ્યું કે એક ડોક્ટરે પણ નોકરીનું વચન આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ઘટનાઓને લઈને તપાસ ત્યારે શરૂ થઈ જ્યારે લગભગ 50 મહિલાઓએ મદદ કરનારા લોકો પર ગંભીર આરોપ લગાવ્યા હતા. નોંધનીય છે કે ઈબોલા મહામારી દરમિયાન કાંગોમાં લગભગ 2 હજાર લોકોના મોત થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.