જાણો જોડિયા બાળકો કેમ જન્મે છે ? રહસ્ય પરથી પડદો ઉઠી ગયો !

શું જોડિયા બાળકોનો જન્મ માત્ર સંયોગ છે?

લાંબા સમયથી એવું માનવામાં આવે છે કે જોડિયા બાળકો સંયોગથી થાય છે. એટલે કે તેમાં કોઈ પ્લાનિંગ કામ ન કરે પરંતુ નવા રિસર્ચ થી સામે આવ્યું છે કે એવું નથી.એમ્સ્ટડઁમમાં વ્રીજે યુનિવર્સિટીનાં સંશોદકોએ દાવો કર્યો છે કે તેનો સંબંધ ડીએનએ સાથે છે. જે ગર્ભધારણ થી લઇને એડલ્ટહુડ સુધી બનતા રહે છે.
રિસર્ચમાં સામે આવ્યું કે, લગભગ ૧૨% ગર્ભધારણ મલ્ટીપલ હોય છે એટલે કે જોડિયા બાળકોનો ચાન્સ વધુ હોય છે.

જોડિયા બાળકોનું DNA કનેક્શન ?

https://www.youtube.com/watch?v=vMp8wBdx-5M

અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, સરખા જોડીયા હો એક સહયોગ છે, પરંતુ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તે એક સંયોગ નથી. પરંતુ તેમના ડીએનએ પર આધાર રાખે છે. અભ્યાસનાં લેખકો કહે છે કે, ડીએનએનો ઉપયોગ સરખા જોડિયા હશે કે નહિં તે નકકી કરવા માટે કરી શકે છે.

જેનેટિક માર્કર ઉપયોગી સાબિત થઈ શકે છે..

સંશોધકોએ એક જેવા દેખાતા જોડિયા બાળકોના જીનોમમાં 834 પોઈન્ટની શોધ કરી છે. આ બાળકો ફર્ટિલાઇઝ્ડ એગના બે ભ્રૂણ (Embryos) માં વિભાજીત થવાને કારણે પેદા થયા છે. રિસર્ચમાં તે પણ સામે આવ્યું કે જોડિયા બાળકોના જેનેટિક માર્કરના પ્રમાણ જન્મજાત રોગોમાં સારવારની મદદ કરી શકે છે. માર્કર્સને શોધવા માટે ટીમે બ્લડ અને ચીક સેલના નમૂના લીધા અને 3000થી વધુ એક જેવા દેખાડા જુડવા બાળકોના ડીએનએને સ્કેન કર્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.